ક્યાં કોઈ જ્યોતિષ નક્કી કરી શક્યો છે કે
આવતીકાલે તમારું પેપર ફૂટશે ?
પેપર તો ફૂટતા ફૂટશે પણ,
તમારું નસીબ પોતાનું કપાળ પણ કુટશે !
છે આ સઘળી ગ્રહોની ચાલ કે શતરંજનો દાવ ?
કોણ જાણે બંધ સંદુકમાથી પેપર પણ ખાય છે ભાવ !
છે ફક્ત બંધ ખોપડીના માંહ્યલા ભેજાની કમાલ,
આંખેથી એટલા સપના ધોવાય કે નીચોવાય જાય રૂમાલ..
હસ્તરેખાની આંટીઘૂંટીમાં ફસાણી આ ડિગ્રીની જીંદગી
કોણ કોના માટે કરશે હવે બંદગી ?
હલ્કીફુલ્કી ટોપી ફરે એક માથેથી બીજે માથે
રહે નહીં કોઈ જ્યારે સમયની સાથે....
અરે.... રાશિફળ નીકળ્યું સાવય ખાટું
કોઈ તો કહો.......
આ લાગણીઓને ક્યા મુહૂર્તમાં દાટું !
શિતલ માલાણી 'સહજ'
૩૧/૧/૨૦૨૩
જામનગર
-Shital Malani