શકું
લાગણીનું જો ગળું દાબી શકું,
પાજરું ત્યાં ઝાડ પર ટાંગી શકું.
જાતને જો આજ હું ચાખી શકું,
વાત મારી તોજ સમજાવી શકું.
ચાંદ ઉતારીને ધરતી પર હવે,
આઈનો સૌને હું દેખાડી શકું.
ભાલ પરનો સૂર્ય ચમકી ઉઠશે,
આભ પરથી એમને ઝુકાવી શકું.
એકલાં ફરતા હતા મળશું હવે ,
રાહ જોતી વાટમાં ઊભી શકું?
એ શહીદી યાદ રાખી જો શકો,
આંગણે આઝાદ થૈ આવી શકું.
એક ઉપાધિ તને સોપી હતી,
સાચવીને ખૂબ એ રાખી શકું.
પ્રાણ પણ આપી શકે વ્હાલા તને,
હું જ છું અણમાનિતી, ભાગી શકું.
આપશે ઢગલો વચન પણ પાળશે?
શું કરું આ રાખ તું બોલી શકું.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ