ગોપીઓ સાથે રાસલીલામાં જોયા તમને શ્યામજી
નહિ બોલું તમારી સાથે ઓ ઘનશ્યામજી
રાધા રાણી રિસાઈ ગયા છે કાનથી
ઊભા છે યમુના તટ પર એ તો શાનથી
આજે રાધા રીસાણી છે એના કાનથી
આ વાત તો ના સહેવાય રાધા તારા કાનથી
કાના એ કરી છે કરામત આજે વાતથી
રાધાને મનાવવા લખી છે ગઝલ પોતાના હાથથી
મારી ગોપી તો ગમે તે બની જાય
પણ મારી રાધા તો તું એક જ છો....
મારું હાસ્ય તો ગમે તે બની જાય
પણ મારી સાચી મુસ્કાન તો તું જ છો.....
મારી આદત તો ગમે તે બની જાય
પણ મારી ઈચ્છા તો તું એક જ છો...
મારી કમજોરી તો ગમે તે બની જાય
પણ મારી તાકાત તો તું એક જ છો....
મારો ભ્રમ તો ગમે તે બની જાય
પણ મારી વાસ્તવિકતા તો તું એક જ છો...
નામ તો જોડાઈ જાય મારી સાથે કોઈનું
પણ મારી ઓળખાણ તો તું એક જ છો...
મારા શબ્દો તો ગમે તે બની જાય
મારી ગઝલ તો તું એક જ છો...
મારા આંસુ તો ગમે તે માટે આવી જાય
પણ મારી લાગણી તું એક જ છો..
આ આભલામાં તારા તો અગણિત છે
પણ મારો ચાંદ તો તું એક જ છો...
મારું ગીત તો ગમે તે બની જાય
આ અઘરો પરની મોરલી તો તું જ છો....
મારી જિંદગી તો ગમે તે બની જાય
પણ મારો એક એક શ્વાસ તો તું જ છો...
યોગી
-Dave Yogita