ફૂટ્યું પેપર ને ફૂટી ગયા સપના,
સપનાની સાથે લાખોના નિ:સાસા.
મમ્મી ની માનતાઓ ને પપ્પાની દોડધામો,
પરોઢીયાના સમાચારે સળગાવી મનોકામનાઓ.
ઘરથી દૂર, સ્વજનો થી દૂર રહીને,
રાતોની રાતો ઉજાગરા કરીને,
એક ટાઇમ જમીને, મોજમસ્તીથી દૂર રહીને,
આપણાં બાળકો બિચારા કરી રહ્યા' તા તપ,
તપના એ અંત ટાણે ગોજારા સમાચારે,
નિરાશાની ગર્તામાં પહોંચાડી યુવાપેઢીને.
ફૂટ્યુ પેપર ને ફૂટી ગયા સપના,
સપનાની સાથે લાખોના નિ:સાસા.
🙏😔😔🙏
-Rekha Detroja