બની
કાગળ ઉપર કરશો સહી?
ઈશ્વર નહીં માણસ બની.
મહેમાન થૈ આવ્યો ઘરે
ઓળખ બની અડચણ ફરી.
સરવર બધાં સૂકાય પણ
ભીનાશ ભીતરની રહીં.
રસ્તો નવો શોધી શકો..
કંટક વીણી ચોખ્ખો કરી.
સાગર અને આંખો અકળ
ઉંડાણ ના માપી શકી.
ભીતર ભર્યા અઢળક રતન
કિંમત કરો નક્કી અહીં..
કાજલ છુપાવ્યું છે ઘણું
પણ વ્હાલ જોઈને ઢળી. ©
કાજલ
કિરણ પિયુષ શાહ