"વાંચો તો એક મિનિટ નો સમય કાઢી વાંચજો."
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
વાલ્મીકિ કૃત રામાયણ અને વ્યાસ કૃત તમામ સાહિત્ય વાંચો તો કથા સાંભળવામાં જે ભળતું સાંભળવા મળે છે તે કરતાં સાચું તત્વજ્ઞાન જાણવા મળશે.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
તેમાં રસ ના પડે તો ઝવેરચંદ મેઘાણીને પુરેપુરો વાંચો
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
"હમેશાં યાદ રાખો કે જે કોઈ છે,અને તમેં જેને પ્રેમથી સાંભળો છો તે તમને તેના જેવો જ બનાવવા ટ્રાય કરશે."
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
"બાવા સાચું ભણાવતા હોત તો આવડી મોટી યુનિવર્સિટીઓ સરકારે ઊભી ના કરી હોત."
પહેલાં "ઋષિ વિદ્યાપીઠો હતી" અને ઋષિઓ પોતાનો નિજી સ્વાર્થ છોડી જરૂરિયાત પૂરતી ઝૂંપડીમાં રહી આજીવિકા નિભાવતા.અને જે કોઈ શિક્ષણ આપતા તે જીવનલક્ષી, રોજગારલક્ષી,સંરક્ષણલક્ષી,સમાજલક્ષી આપતા.
આજે અનેક ધર્મ-સંપ્રદાય,પતાકા,પીઠિકામાં અને પોતાના મુખે અશોભનીય તેમજ શ્રોતા વર્ગના કાનને મનોરંજન મળે તેવું પીરસી આ બધું ચલાવનારા(ધોળે દહાડે ભોળી પ્રજા સમૂહની વચ્ચે પ્રજાને લૂંટનારા-જેવો શ્રોતા વર્ગ તેવા) દરેક ઠેકાણે મળી રહેશે.
સાચું તત્ત્વજ્ઞાન જાણવું હોય તો "કેરળ રાજ્યમાં કાલડી ગામમાં 1100 વર્ષ પહેલાં જન્મેલા જગદગુરુ શંકરાચાર્ય કે કુમારીલ ભટ્ટને વાંચો.
"આ જગતમાં જ્યાં સુધી ભોળી,નમાલી પ્રજા હશે ત્યાં સુધી ધૂતારા જલસા કરતાં રહેશે"
માટે બની શકે તેટલું દાન કરવું હોય તો કોઈ જરૂરિયાતવાળી સ્કૂલ,વિદ્યાર્થીને તમારા હાથે જાતે જઇ મદદ કે દાન કરો.તે પણ વસ્તુના રૂપમાં.
મને એ નથી સમજાતું કે "સંસાર જીવનથી ભાગનારો સંસારીને શું સમજાવશે?" જેને સાંભળવો છે તે ખરા બપોરે ખેતરે કાળી મજૂરી કરે છે કે જે ટનાટન રોડ પર આપણે 100 km/કલાકની સ્પીડે કાર ચલાવીએ તે રોડ બનાવનાર મંજુર પાસે 1 કલાક કાઢી જુઓ.સત્વ સમજાઈ જશે..
મેં મોટા ભાગના કથા કરતા લોકો વ્યસની જોયા છે.જો તે એક નાનકડું વ્યસન ના છોડી શકતા હોય તો તે વ્યક્તિ આપણને મોહ ત્યાગની શિખામણ શું શીખવે કે શીખીએ?
હું ભજન સાંભળવા જાઉં તો ત્યાં થાળીમાં બીડી કે અન્ય કેફી વસ્તુ સેવન ચાલુ જ હોય.તેવા ગાવાવાળા કે સાંભળવાવાળા ને ભજન શું સમજાવાનું?
માટે સાચું તત્વજ્ઞાન પુસ્તક છે.આપણો સાચો મિત્ર પુસ્તક છે તેની સોબત રાખીએ 🙏ધન્યવાદ
-वात्सल्य