ચોપાટી સાથે મારી મુલાકાત
ચોપાટી એ કીધી મને એક વાત
તોફાની દરિયાની જિદ
ક્ષિતિજ પણ સમાવાની કરે છે આજે વાત
ક્ષિતિજની મૂંઝવણ દરિયાની ક્યારેય ન માનું વાત
સૂર્ય સાથે મારે કરવી પ્રેમની વાત
હું મળું સૂર્યને તો જ પડે સાંજ
દરિયામાં સમાવું તો ના થાય પૂરી મારી આશ
દરિયાને આપ્યું સૂર્યએ એક વરદાન
તારી ચોપટીએ મન સૌનું હરખાય
પ્રેમ તણી વાત દરેકની અહીં થાય
ચોપાટી આ વાતથી તો રોજ રોજ મલકાય
પ્રેમીઓના પગલાંથી મનમાં નવી નવી આકૃતિ રચાય
ચોપાટી સાથે આવી હતી કંઇક મુલાકાત
યોગી
-Dave Yogita