સાક્ષી છે સમય એ મહાન ક્ષણનો.
કર્યું મસ્તક ઊંચું જ્યારે ભારતનું.
જોઈ ભગવદ્દગીતા તળિયે,
અને ઉપર એની અન્ય ધર્મગ્રંથો.
હાંસી ઉડાવતાં હતાં સૌ કોઈ,
હતાં જેઓ હાજર એ સભામાં,
બોલ્યા સ્વામી વિવેકાનંદ એક જ વાક્ય એવું,
બોલતી થઈ ગઈ સૌની બંધ.
"ભગવદ્દગીતા તો આધાર છે સૌનો,
જો લઈ લેશો આ આધાર તળિયેથી,
પડી જશે બધાં જ નીચે."
સ્વામીજીની જન્મજયંતિએ વંદન🙏