તું મને બોલાવીશ પણ હું નહીં હોય
તું મારા માટે બૂમો પાડીશ પણ હું નહીં હોય સાંભળવા માટે
તું મને મળવા માટે આતુર હોઈશ પણ હું નહીં હોય
તારે મને ઘણું બધું કહેવું હશે પણ સાંભળવા માટે હું નહીં હોય
હશે બસ મારા સંગાથે સમય વ્યતીત કર્યા ના મીઠાં સંભારણા
સમય પણ હશે પણ હું નહીં હોય... બિંદુ અનુરાગ
તું જાણે છે આ હું નહીં હોઈશ એટલે શું ?
હશે મારી યાદોનો કાફલો પણ મારા અસ્તિત્વનો ખાલીપો..
( આજથી થોડા વર્ષ પહેલાં લખેલી મારી આ કવિતા મેં મારા જીવનસાથી ને અનુલક્ષીને લખેલી પણ વિધિની કેવી વક્રતા કે આજે
હું જ એ મહેસુસ કરું છું.... જય દ્વારકાધીશ 🙏🏻
-Bindu _Anurag