*🧉પંચામૃતની સાચી સમજ🧉*
🧉આપણે હરેક પૂજા અભિષેક માં પંચામૃત નો ઉપયોગ છૂટથી કરીએ છીએ, પરંતુ પંચામૃતની શાસ્ત્ર પ્રમાણે બનાવવાની સાચી રીતે કઈ ? તે જાણતા હોતા નથી. બસ દૂધ દહીં ઘી મધ સાકર ભેગી કરી દીધું ને પંચામૃત તૈયાર !!!
પરંતુ આવું હોતું નથી, તેના માટે એક ખાસ ચોક્કસ માપ શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલ છે અને તેજ રીતે પાંચ અમૃત ભેગું કરીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે.
*🧉આવો જાણીએ કઈ રીતે પંચામૃત બનાવવું ?*
પંચામૃત ને ચાંદી અથવા માટી અથવા સ્ટીલના કોઇપણ યોગ્ય પાત્ર માં બનાવવાનુ છે જેમાં ચાંદીનું પાત્ર શ્રેષ્ઠ છે.
કાચ, કાંસુ, પીતળ કે અન્ય કોઈ ધાતુમાં પંચામૃત બનાવવુંનહી.
🧉પંચામૃતના માપ માટે આપની અનુકુળતા પ્રમાણે નાની/મોટી ચમચી, વાટકો કે અન્ય પંચામૃતની કેટલી માત્રા બનવવી છે તે અનુસાર કોઈ પણ પાત્ર લો, તે એક જ રાખવાનું એટલે માપ સરખું આવે.
☝🏻(સૌ પ્રથમ પંચામૃત બનવવા માટે ફક્ત અને ફક્ત ગાયનું જ દૂધ, ગાયના જ દૂધ નું દહીં અને ગાયનું જ ઘી નો ઉપયોગ કરવામાં આવે છે તે ખાસ ધ્યાનમાં લેવું.)
👍🏻હવે એક ચમચી ના પ્રમાણ ની વાત કરું તો.....
૧ ચમચી મધ
૨ ચમચી ગાય નું ઘી
૪ ચમચી ખાંડ
૮ ચમચી ગાયના દૂધ માંથી બનાવેલ દહીં
૧૬ ચમચી દૂધ
🔸મતલબ કે જેટલું મધ લો તેનાથી ડબલ ગાયની ઘી,
🔸જેટલું ગાયનું ઘી લો તેનાથી ડબલ ખાંડ,
🔸જેટલી ખાંડ લો તેનાથી ડબલ ગાયના દૂધનું દહીં,
🔸જેટલું ગાયના દૂધનું દહીં લો તેનાથી ડબલ ગાયનું દૂધ લેવું.
🙏🏻આમ દરેક વસ્તુ ને ડબલ પ્રમાણમાં ઉમેરી ને પંચામૃત તૈયાર કરવામાં આવે છે.
🧉પંચામૃતનું આપણી પૂજામાં એક મહત્વ નું સ્થાન છે એટલે તેને બનાવતી વખતે શુદ્ધ મન થી અને શક્ય હોય તો કોઇપણ મંત્ર નું રટણ કરતા કરતા બનાવવું.
આપણી સંસ્કૃતિ અને રિવાજો, પરંપરા આપણી છે આને સાચવવાની જવાબદારી પણ આપણી જ છે.
*🧉બીજી એક મહત્વ ની વાત કે આ પંચામૃત માં આયુર્વેદ પણ સમાયેલ છે.*
*આ પ્રકારનું શાસ્ત્રોક્ત પ્રમાણ સાથેનું પંચામૃત નિત્ય પીવાથી*
*૮૦ પ્રકાર ના વાયુ ના રોગ*
*૪૦ પ્રકારના પિત્ત ના રોગ*
*અને ૨૦ પ્રકાર ના કફ ના રોગો નાબૂદ થાય છે.*
*🧉છે ને ગજબ નું અમૃત ??? પંચામૃત*
*“હરિ ૐ તત્ સત્ ગુરુદેવ દત્ત”*
*🙏🏻“ૐ નમો નારાયણ”🙏🏻*