એક નણંદ ભાભીને શિખામણ આપતી હતી કે,
" સાસુ- સસરાની સેવા સૌથી ઊંચી.. જ્યાં બાંધછોડ કે ભેદભાવ ન હોય."
ભાભીએ ફક્ત એક જ સવાલ કર્યો,
"તમારા કુટુંબમાં આ નિયમ ચાલે છે કે પછી, અમારા કુટુંબ માટે નવો બનાવ્યો ?"
આ જોઈને નણંદના સાસુની આંખ પણ ભીની થઇ કે કોઈ તો સમજે છે આ વાતને !
સ્ત્રી સ્ત્રીની દુશ્મન નથી એ સાબિત કરવું હોય તો ફક્ત સ્ત્રીસહજ થતી પીડા, તકલીફ અને મનની વેદના પરસ્પર સરખી જ હોય એ સ્વીકારી લેવા જેવું એક પણ ઉચિત કામ નથી આ સંસારમાં...
આપ શું કહેશો આ બાબતે ?
-Shital Malani