સત્ય છુપાવી ચહેરે મહોરુ પહેરી, નાટક કરતા મને નહી ફાવે
બધા કરે ખોટી વાહ વાહ, એમ ચાપલુસી કરતા મને નહી ફાવે
છલકાઈ જાય લાગણી કેરા ભાવ, છુપાવતા મને નહી ફાવે
રહી છુ સદા સાચા પંથે, મૃગજળ તરફ દોડતા મને નહી ફાવે
અનુભવુ એ જ બોલુ છું, સારુ લગાડતા મને નહી ફાવે
દોસ્ત! દર્દ ઝીલ્યું છે ઘણું, જખ્મ દેતા મને નહીં ફાવે!
-Falguni Dost