પશુઓ નો ઉછેર અને માવજત:
પરંપરાગત ખેતી માં ખેડૂતો નંદી બળદ ની મદદથી થી હળ વડે ખેતર ખેડવા, કૂવામાં થી પાણી સિંચવા તેમજ કણસલાંમાંથી ધાન્ય ના દાણા છુટા પાડવા જેવી વિવિધ કામગીરી કરે છે. ઘાણી માં બળદ ની મદદ થી તલ પીલી તેલ કાઢવામાં આવે છે. ખેડૂત જાણે છે કે પશુ ક્યારે થાકી જાય તેથી છુટા મૂકી આરામ આપે છે. યથાયોગ્ય સમયે ખોરાક અને પાણી આપે છે.
આધુનિક કૃષિ ક્ષેત્રે ટ્રેક્ટર,થ્રેશર
(Thrasher ) અર્થાત કણસલાંમાંથી દાણા છૂટા પાડવાનું યંત્ર જેવા સાધનો ને લીધે બળદ ની ઉપયોગીતા ધટવાથી પર નર વાછરડા ને એકાદ વર્ષના થાય ત્યાં સુધી ઉછેરી દ્વારા કસાઇ ને વેચી દેવામાં આવે છે ;જે કતલખાને જાય છે. માદા વાછરડાં મોટા થઇ ગાય બની દૂધ આપતી હોઇ તેનું જતન કરવામાં આવે છે.આ જ રીતે ગાય કે બળદ વૃધ્ધ થતાં ઉપયોગીતા નહિ રહેતા કતલખાને જાય છે.કોઇ અન્ય રીતે પણ બળદ ની ઉપયોગીતા વધે તો ગૌ વંશનું નિકંદન થતું અટકે.પરંતુ સાથોસાથ પ્રાણી ની માવજત થાય અને વધુ પડતો શ્રમ ના પડે તે ધ્યાન રાખવું જોઇએ.
જ્યારે ગાયો વસૂકી જાય છે, દૂધ આપતી બંધ થઈ જાય છે, ત્યારે આપણે એને રખડતી મૂકી દઈ ને એમનું ધ્યાન રાખતાં નથી. કવિ શ્રી અનિલ જોષી નો એમની દાદી ની ગાય ની માવજત વિષય નો લેખ રમુજી છતાં કરુણ છે. મોટાં ભાગનાં લોકો જ્યારે
પ્રાણી ઓ ઘરડાં થાય છે ત્યારે પાંજરા પોળ માં મૂકી આવે છે.
અમદાવાદ ની જ વાત કરીએ તો શહેરી વિસ્તારમાં સમૂહમાં વસતા ભરવાડ કે રબારીઓ ગાયો પાળે છે.પરંતુ વહેલી સવારે દૂધ દોહી લીધા પછી ગાયો ને દિવસ દરમ્યાન રખડતી છૂટી મૂકી દે છે.કેટલાક શહેરીજનો પ્લાસ્ટિક બેગ માં એંઠવાડ ભરી તે કચરા પેટી માં નહિ નાખતાં, ફ્લેટ ની બાલ્કની માં ઉભા રહી રોડ પર છૂટો ઘા કરે છે.ગાયો પણ આ બેગ નું મોઢું બંધ હોય તો, મોં વડે વિઝોળી દાંત થી તોડી કચરો ખાય છે.
ઓછા ખર્ચ પશુ પાલન કરી નફો મેળવે છે.
ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહાર ના કેટલાક શ્રમિકો લારી કે લોડીંગ રિક્ષામાં ઘાસ લઇ ઉભા રહે છે.આવતા જતાં શહેરીજનો પૂણ્ય અર્જીત કરવાના હેતુસર દસ દસ રૂપિયા આપી ગાયો ને ઘાસ નીરે છે.પશુપાલકો રાત્રે ૧૧ વાગ્યા ના સુમારે પોતાના પશુધન ને હાંકી પોતાના નિવાસસ્થાને લઇ જાય છે.આમ ગોપાલન કરી દૂઘ વેચી કમાણી કરે છે પણ ગાયોના આહાર માટે આવશ્યક ખર્ચ કરતા નથી અથવા નજીવો ખર્ચ કરે છે.
રખડતાં ઢોર ને કારણે વાહન અકસ્માત ના કારણે કેટલાક શહેરીજનો અપંગ બને છે અથવા ટૂ વ્હીલર પર થી પટકાયા થી બ્રેઇન હેમરેજ થવાથી મોત ને ભેટે છે. રખડતાં ઢોર ની અલગ સમસ્યા છે.