ચાલને થોડું જતું કરી લઈએ...
સંબંધોનું સંપૂર્ણ પૂર્ણવિરામ આવે એ પહેલા એને જાણી લઈએ..
ચાલને ખુદને પ્રત્યક્ષ કરી લઈએ..
અસ્તિત્વ પર પરિવર્તનની છાયા આવે એ પહેલા એને સજાગ કરી લઈએ...
ચાલને પ્રભુને વિનંતી કરી લઈએ...
લાગણી નાશવંત થાય એ પહેલા પ્રભુથી પ્રીત કરી લઈએ..
ચાલને ઘડીક મસ્ત જીવી લઈએ...
જિંદગી મૌતનુ સરપ્રાઈઝ આપે એ પહેલા એને માણી લઈએ..
-Falguni Dost