ચૂપ રહેવું એ તારો જવાબ હોઈ શકે
પણ મારો પ્રશ્ન તો તું જ છો
ચૂપ રહેવું એ તારી ભાષા હોઈ શકે
પણ મારી વાચા તો તું જ છો
ચૂપ રહેવું એ તારી ટેવ હોઈ શકે
પણ મારી આદત તો તું જ છો
ચૂપ રહેવું એ તારો ઇશારો હોઈ શકે
પણ મારી સમજણ તો તું જ છો
ચૂપ રહેવું એ તારુ વચન હોઈ શકે
પણ મારો તો જનમજનમનો સાથ તું જ છો
યોગી
-Dave Yogita