આપત્તિ સમયે તું ક્યાં હતો,
પુલ તુટતો હતો ત્યારે તું ક્યાં હતો?
તું ધારે તો શું ન કરી શકે,
આખું મોરબી રડયું ત્યારે તું ક્યાં હતો?
વાંક કોનો એતો ખબર નથી
પણ આ હજારહાથ વાળો હાથ ઝાલવા ક્યાં હતો?
આજ પણ ન્યાય તારો સમજાતો નથી
બધા દરવાજા બંધ હતા ત્યારે તું ક્યાં હતો?
ખબર નથી પડતી પ્રભુ ભક્તની પરીક્ષા સમયે તું ક્યાં હતો?
ખબર નથી પડતી પ્રભુ ભક્તની પરીક્ષા સમયે તું ક્યાં હતો?
-Dave Yogita