*વરસો જૂનો પુલ હતો એ આમ ન જાય કઇ બટકી,*
*ક્યાંક થઈ છે કટકી,*
*જાજા ડૂબયા, થોડા બચ્યા, થોડા વચ્ચે રહ્યા લટકી,*
*ક્યાંક થઈ છે કટકી.*
*સમારકામ કરવાને માટે બે કરોડ ખરચ્યા 'તા,*
*વાપરવાને બદલે એ શું પુરે પુરા ગળચ્યા 'તા?*
*ભૂલ કબૂલ કરે ના કોઈ એ વાત બધાને ખટકી.*
*ક્યાંક થઈ છે કટકી.*
*સો લોકોને બદલે એમાં છસો જાવા દીધા, બંધ કરી રાખી આંખો, ને રૂપિયા ખાવા દીધા,*
*નિર્દોષ લોકો દંડાશે ને દોષિત જશે સૌ છટકી.*
*ક્યાંક થઈ છે કટકી.*
*ખાદી પહેરી નેતાજી તો પીડિત લોકોને મળશે, ગંભીર ચહેરો રાખીને એ ખોટું ખોટું રડશે.*
*કોઈ બાપ અને કોઈ મા એનું માથું રહી છે પટકી,*
*ક્યાંક થઈ છે કટકી.*