ભારત ગ્લોબલ હંગર ઇન્ડેક્સ માં ૧૦૭ માં સ્થાને છે. હરિયાળી ક્રાંતિ પછી હાલ આપણે ખેત ઉત્પાદન માં આત્મ નિર્ભર બન્યા છીએ.
ધઉ,ચોખા, મગફળી, શેરડી, શાકભાજી, ફળફળાદી, મરી મસાલા, કોટન, માછલી ,મરધા પાલન , પશુપાલન ઇત્યાદિ ક્ષેત્રે આપણે આત્મનિર્ભર છીએ.ફક્ત ખાધતેલ અને કઠોળ ની આયાત કરવી પડે છે. કેટલાક દેશો માં અનાજની નિકાસ પણ કરીએ છીએ.હજુ ચીન ની જેમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્રે વિકાસ અને આર્થિક રોકાણ ની આવશ્યકતા છે.
તેમ છતાં કેટલાક પરિબળો ભૂખમરા માટે જવાબદાર છે.
(૧) ભારત માં ભૂખમરા માટે જવાબદાર પરિબળો માં પ્રથમ ગરીબાઈ છે.ગરીબાઇ માં ૧૦૯ દેશો માં ભારત ૬૬ માં સ્થાને છે.ભારત માં ૨૦% થી વઘુ પ્રજાજનો ની દૈનિક આવક રુપિયા ૧૦૩ છે.ઓછી આવક ને કારણે પોતાના બાળકને પોષક આહાર આપી શકતા નથી.
(૨)ખોરાક અનાજ શાકભાજી ની સતત વધતી જતી કિંમત અને ઉંચી કિંમત ને કારણે ગરીબ વર્ગના લોકો ને પૂરતો પોષક આહાર ઉપલબ્ધ થતો નથી.માતા ધાવણ ઉપરાંત પોષણક્ષમ આહાર બાળક ને ઉપલબ્ધ કરાવી શકતી નથી.
(૩) કેટલાક પ્રદેશોમાં અનાજ શાકભાજી ફળફળાદી ની હેરફેર માટે પુરતી વ્યવસ્થા( problem of transportation) ના અભાવે માર્કેટમાં તે સહેલાઈથી ઉપલબ્ધ થતાં નથી.
(૪) કોવીડ પેન્ડેમિક પછી આર્થિક વિકાસ ની ગતિ ધીમી પડી ગઈ હતી.
(૫) વસ્તી વધારો: ભૂ ભૌગોલિક રીતે ભારત વિશ્વમાં સાતમા સ્થાને છે. પરંતુ વસ્તી ની દ્રષ્ટીએ ચીન પછી બીજા સ્થાને છે.આ વસ્તી વધારા ના કારણે વિકાસ ના ફળ નિમ્નસ્તર ના ગરીબ નાગરિકો ને મળતા નથી.
(૬) બેરોજગારી
હંગર ઇન્ડેક્સ સમગ્ર દેશમાં એક સરખો ૧૫% નથી, પરંતુ દેશ ના દરેક રાજ્યો માં જુદો જુદો છે.કૃષિક્ષેત્રે અગ્રેસર આર્થિક રીતે સંપન્ન રાજ્યો માં તે ઘણો નીચો પણ છે.
વસ્તી વધારા નું નિયંત્રણ, કૃષિ ક્ષેત્રે ને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવે અને ઉત્પાદન વધારવામાં આવે, કૃષિ મેનેજમેન્ટ માં સુધારા અને ખેત ઉત્પાદન ની વહેચણી વ્યવસ્થા માં સુધારણા જેવા પગલાઓ દ્વારા આ સમસ્યાનો સામનો કરી શકાય.બાળક ના જન્મ પહેલાં ગર્ભવતી મહિલા ની યોગ્ય કાળજી લેવામાં આવે અને સુવાવડ બાદ નવજાત શિશુ અને માતા ની સુશ્રુષા કરવામાં આવે .
લેખક ડો ભૈરવસિંહ રાઓલ