મથુરાનો એક મોહન
બીજો મોહન પોરબંદરનો
બંને વિભૂતિ વિશ્વ તણી
તેને દુનિયાએ વખાણી ઘણી
બંનેને મારા શત શત પ્રણામ.
એકે વગાડી ધૂન મોરલી ની
બીજાએ લગાડી ધૂન ચરખાની
એકે સંમોહિત કર્યા ગોકુળ વૃંદાવન
બીજાએ ભારતવાસીઓને
બંનેને મારા શત શત પ્રણામ.
એકનું શસ્ત્ર સુદર્શન ચક્ર
બીજાનું અહિંસા સત્યાગ્રહ
એકે સંહાર કર્યો રાક્ષસોનો
બીજાએ અંગ્રેજી સલ્તનતનો
બંનેને મારા શત શત પ્રણામ.
એક લડ્યાં યુદ્ધ ધર્મ અધર્મનું
બીજા આઝાદી માનવતાનું
બંને મોહન અમર થયા આ
ઇતિહાસે સાક્ષ્ય પ્રમાણ છે
બંનેને મારા શત શત પ્રણામ.
એ મોરલી એ મોરપીંછ એ વૃંદાવન રાસ
એ સત્ય એ અહિંસા એ સ્વદેશી સંગ્રામ
હતુ મહાત્માનું દર્શન (વિચાર) વિરાટ,
છે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ વિરાટ,
ક્યારેય નહીં મળે આ વિશ્વને
"મોહન"ભૂતોના ભવિષ્યતિ.
બંને ને મારાં શતશત પ્રણામ 🙏🙏🌹🌹🙏🙏
✍️...© drdhbhatt...