ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું
રહે જન્મ જન્મ તારો સાથ પ્રભુજી એવું માંગુ છું
તારુ મુખડું મનોહર જોયા કરું
રાત દિવસ ભજન તારુ બોલ્યાં કરું
શ્વાસે શ્વાસે રટુ તારુ નામ
પ્રભુજી એવું માંગુ છું......ભક્તિ કરતાં...
મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુણ રુદિયામાં ધરશો નહિ
અંત સમય રહે તારો સાથ
પ્રભુજી એવું માંગુ છું......ભક્તિ કરતાં...
મારા પાપને તાપ સમાવી દેજો
તારા ભક્તને દાસ બનાવી દેજો
દેજો આવીને દર્શનના દાન
પ્રભુજી એવું માંગુ છું......ભક્તિ કરતાં...
-Dave Yogita