સાંસ્કૃતિક ગરબાની રમઝટ કંઈક એવી હતી,
હાજરાહજૂર મા મનમાં જાણે જોમ પૂરતી હતી,
મા ની અર્ચના આરાધના ભક્તિ કંઈક એવી હતી,
ઘેર ઘેર સઁસ્કાર અને કુટુંબમાં સંપની મા ની મહેર હતી,
હવે આ બનાવટી દુનિયામાં ભક્તિમાં પણ ભેળસેળ હતી,
દોસ્ત! આથી જ તો રાગ, દ્રેષ, ક્રોધ અને પાપની જ રેલમછેલ પ્રસરી હતી.
-Falguni Dost