કબીરવડ....માં નર્મદા નદી ના વચ્ચે ના ભાગ માં નાનો એવો ટાપુ..
ગુજરાતનું જાણીતુ ધાર્મિક સ્થળ ..કબીર વડ...ઈતિહાસમાં તો કબીરવડ ઘણા વર્ષોથી પર્યટક સ્થળ તરીકે જાણીતો છે. સંત કબીર વર્ષો સુધી અહી હતા..સંત કબીરે નાખેલ ચિરી માંથી આ વિશાળ વડ બન્યું ..એવી લોક વાયકા છે.
શુક્લતીર્થ શિવ મંદરથી હોડકા માં બેસીને અહી પહોંચી શકાય છે.નર્મદા નદીની વચ્ચોવચ આવેલા ટાપુ પર કબીરવડ સ્થિત વડની વડવૈયોથી વિશાળ જગ્યા માં ફેરવાયેલું આ વૃક્ષ સમયાંતરે ૩ કિ.મીના વિસ્તારમાં ફેલાઇ ચૂક્યું છે. મૂળ વડ ક્યું એ શોધી શકાતું નથી..
અહી અપાર શાંતિ,ભવ્યતા,પવિત્રતા,આધ્યાત્મિક તા નો અનુભવ થાય છે.
સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના તટ પર ૭૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે શક્યત: કબીરવડ હતો. જેમ્સ ફાર્બસે (૧૭૪૯-૧૮૧૯) ઓરિયન્ટલ મેમોરીસ (૧૮૧૩-૧૮૧૫)માં અને ૩૦૦૦ શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ વિસ્તાર 3.5 એકર માં ફેલાયેલ છે..
વડલાના આ વૃક્ષ નીચે ઊભા હોઈએ ત્યારે વડલાના ગાઢ જંગલમાં ઊભા હોઈએ તેવું લાગે. આ વડલા હેઠળ 7000 સૈનિકોએ આશરો લીધો હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. કબીર વડ 550 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે.
.
ઠરી મારી આંખો, કબીરવડ તુને નિરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તુંથી નરમદા,
કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા.
– કવિ નર્મદ