મન તું પણ કમાલ કરે છે.
જવાબ જાણે છે છતાં પણ સવાલ કરે છે.
બધું સમજે છે છતાં, મન તું પણ કમાલ કરે છે.
ક્યારેક દિલના લાંબા-લચક બિલથી કંગાલ કરે છે.
કયારેક દોસ્તીના ખજાના ખોલી માલામાલ કરે છે...મન તું પણ કમાલ કરે છે.
લાગણીઓ એકબીજાની કીધા વગર પકડી લે છે.
બસ, પ્રેમને વ્યક્ત કરવામાં જબરી ધમાલ કરે છે...મન તું પણ કમાલ કરે છે.
એક ઝલક જોવા એમની આગળ પાછળ ફરે છે.
સામે આવી જાય ત્યારે શબ્દોની ગોલમાલ કરે છે...મન તું પણ કમાલ કરે છે.
કેમ અત્યારે વાત કરવી છે? સમય જોયો છે અત્યારે?
જરા વાત સાંભળી લે, કેમ આટલા સવાલ કરે છે?... મન તું પણ કમાલ કરે છે.
-તેજસ