તમે આવોને તમે આવોને,
સિદ્ધી વિનાયક તમે આવોને.
સંગે લાવો રિધ્ધી સિદ્ધી ,
સંગ શુભ લાભ તમે આવોને.
મૂષક પર કરી અસવારી ,
હે ગજાનન તેમ આવોને.
સંગે લાવો ભોળાનાથ શંભુ ને
સંગ માતા પાર્વતી તમે આવોને.
ભાવતાં મોદક બનાવ્યા,
હે લંબોદર તમે આવોને.
સંગ લાવજો સુખ શાંતિ,
ભક્ત વત્સલ તમે આવોને.
ગણેશ ચતુર્થીના પાવન પર્વે,
પાર્વતી નંદન તમે આવોને.
વિનવે નર તમને ઉમંગભેર,
અષ્ટવિનાયક તમે આવોને.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા