બંને થ્યા નોખા,
નસીબની રમત
દુઃખી છે મન!
મન ત્યાં દોડે,
જે ભાગ્યમાં જ નહીં..
મનની વ્યથા!
મા ની લાચારી
ન સમજે કોઈ જ
ભાગ્ય કસોટી!
આંસુ પાંપણે
અટકાવી રાખ્યા છે,
કઠણ બની!
ન્યાય આપવો
જરૂરી સંબંધોને..
હસતા મુખે!
ચહેરો મારો
હું કહું એમ વર્તે
દુઃખનો સાથી!
હસતા મુખે,
એ આસુંડા ગળીને
રહે તાજો જ!
-Falguni Dost