તું વરસે છે મુજ પર અઢળક મરમાળી
હું જ ભૂલ્યો રાહ, ન રહ્યો કહ્યાગરી
તારી મૂર્તિ અનુપમ જોઈ મનોહારી
ઓતપ્રોત રહેવું છે જ્યાં તું અનુરાગી
મારી ઈચ્છાનું ક્યાં મેં વાદળ માગ્યું
વગર માંગ્યે જ તે તો દયા કરી વરણાગી
અમી ભરેલી આમ જ રાખજે વ્હાલા
હું આવ્યો બની અંતરથી, શરણાગતિ
બાળા ક્રિષ્ના કરે વિનંતી આપને વનમાળી
તારી અમી દ્રષ્ટિ મૂજ પર અખંડ રહે મરમાળી