ક્યાં તને શોધું?
ઝરમર ઝરમર વરસતા,
રોમાંચિત વરસાદમાં તને શોધું?
મહેકતા ગુલાબની ગુલાબી,
પાંખડીઓમાં તને શોધું?
વાતા વાયરાના આકરા ,
વંટોળમાં તને શોધું?
થાકેલી આંખલડીમાંથી નીકળતી,
કમજોર આશામાં તને શોધું?
મને મળવાનો અહેસાસ તો કરાવો ,!
હાથમાં પકડેલું બંધ હૃદય લઈ,
ક્યાં સુધી તને શોધું????
# માહી