Gujarati Quote in Thought by Tr.Mrs.Nirali Polara

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષો પછી મેળાવડો મળ્યો,આજે ફરી એકવાર એજ જૂના મિત્રોનો..
વિચાર્યું,,મળીને ભેટી પડશું એકબીજાને,પણ અહીં તો નજારો કંઈક અલગ હતો..એકબીજાને જોઈને દૂરથી જ યાદ આવી ગયા એ દિવસો જે સાથે ખેલ્યા, રમ્યા, જમ્યા, કુદયા હતા.
બે નેણના કિનારે આંસુ ભરાણા,ઝટપટ તે લૂછીને બધા સમીપે આવ્યા..
નજીક આવતા ક્ષણ માત્ર તો કોઈ શબ્દો જ ન રહ્યા,,,ને પળમાં તો ભેટી પડ્યા જાણે અનંત શબ્દોની સાથે....
- એક કહે આ છોટીયો તો ઓફિસર થયો...
- એક કહે આ લાકડી જાડો થયો...
- વળી કહે પરિયો નાપાસ તો વિદેશ ગયો...
- તો જતીનિયો આપણી વચ્ચે ના રહ્યો...
- ટીમલી કાળી ડિઝાઇનર બની...
- આ નટુ નંબર વન તો ત્યાંનો ત્યાં જ રહ્યો...
આ બધાની વચ્ચે શાંતિથી એક જણ બોલ્યું,,
કોઈ રહ્યું
કોઈ ના રહ્યું
કોઈ ત્યાંનું ત્યાં જ રહ્યુ
પણ,,, આપણા વચ્ચેનો આ પ્રેમ આટલી જવાબદારીઓ વચ્ચે પણ,,, કાકા,મામા,બાપા,ફુવા,માસા બનવા છતાં પણ અતૂટ એક કાચના ડબ્બામાં પુરાયેલા રંગીન પતંગિયા ની જેમ એવો નો એવો જ આજે વર્ષો બાદ પણ હજી સચવાયેલ અકબંધ રહ્યો....Never ending friendship 🦋🦋

-

-Nirali Polara

Gujarati Thought by Tr.Mrs.Nirali Polara : 111817351
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now