“સ્ત્રી”
“સ્ત્રી ! તું કેવી અજબગજબની માયા છે!
સિતેર વર્ષના વયોવૃદ્ધ માનવીને તું સત્તર વર્ષનો પાગલ પ્રેમી બનાવી શકે છે.તારી આ ઉર્જાને સલામ જ ભરવી પડે. તું ગમે તેટલી કડવી વાણી ઉચ્ચારે,હળાહળ અપમાન કરી બેસે તોય આખરે પુરુષને તોલાચાર થઇને તારું જ શરણું સેવવું પડે છે. તારી કમનીયતા જ તારું અમોઘ શસ્ત્ર બની જાય છે. હું વળી કોણ? જયા દેવાધિદેવ મહાદેવ તારી કાયાની કમનીયતા આગળ પાણી પાણી થઇ જતા હોય, જ્યાં રાજર્ષિ વિશ્વામિત્રનું તપ તારા દર્શન માત્રથી ધોવાઇ જતું હોય ત્યાં મારો શો હિસાબ”
🙏🏻
“કેરટેકર” લેખક:ડો કેશુભાઇ દેસાઇ.