*માઈક્રોફિક્શન*
રાજ છેલ્લા પંદર વર્ષથી અમેરિકા સ્થાઈ થયો હતો પરિવાર સાથે, પણ અધૂરો પરિવાર જ.. એના માતા પિતા તો ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના એક નાનકડા ગામમાં જ એની કાગના ડોળે રાહ જોઈ રહ્યાં હતાં. આંખને નેજવું કરીને રાહ જોતાં, આંખનું પાણી પણ હવે તો સૂકાઈ ગયું હતું. માતા ક્ષીણ કાયા અને ક્ષીણ થયેલી આશા લઈને મરણપથારીએ એકધારી મીટ માંડી અચેત શરીરે પડી હતી. એક સવારે છ વાગ્યે કૉલ આવ્યો, પિતાએ વૃધ્ધ અને ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો." પપ્પા , દરવાજો ખોલો, હું રાજ! "
અને એ જ સવારના છ વાગ્યે મા દિકરાનું મોઢું જોવાની અતૃપ્ત આશામાં સદાને માટે ચિરનિદ્રામાં સરી ગઈ....
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'