અસ્માએ હુસ્ના : અલ વાહીદ :
ભગવાન - ઈશ્વર એ વ્યક્તિ નથી પણ શક્તિ છે.
'અલ વાહીદ' અલ્લાહનું એક નામ છે જેનો અર્થ "એકલો" અથવા "જેનો કોઈ શરીક નથી" એવો થાય છે. અલ્લાહ એક જ છે. એનો કોઈ મદદગાર નથી. એને માબાપ, ભાઈબહેન કે પત્ની અથવા બાળકો નથી. જે અદ્રશ્ય છે. એને શારીરિક રૂપ નથી. એને સ્પર્શ કરી શકાતો નથી. એ ફક્ત હુકમ કરે છે અને એ વસ્તુ થઇ જાય છે. "કૂન ફયકુન" એ અરેબિક શબ્દ છે. અલ્લાહ કહે કે ' હો જા તો હો જાતા હૈ! એના કારોબારમાં એને કોઈની મદદની જરૂર નથી. એ આખા બ્રહ્માંડ ને ચલાવી શકે છે. અને એક નાની કીડીની પણ ખબર રાખી શકે છે.અલ્લાહ વાહીદ છે. એકલો છે.
સપના વિજાપુરા
*****
ભગવાન - ઈશ્વર એ વ્યક્તિ નથી પણ શક્તિ છે.
🙏🏻