દેખાડો
જરા વિચારો દેખાડાને કરવાથી શું વળશે
જરા વિચારો એક દિવસ પસ્તાવું જ પડશે
લાંબા સાથ ટૂંકો જઈ મરે નહીં માંદો પડશે
કોઈના મહેલ જોઈ ઘરે જીવ બાળતો રહેશે
પથારીથી પગ લાંબા થયે પગ ખુલ્લા થશે
દેખાદેખી કરવાથી જ ખર્ચા બમણાં વધશે
ખુદના હાથે કરી ખાડા ખોદે અંતે ખુદ પડે
ખાડામાંથી બહાર કાઢવા ના માર્ગ મળશે
માથા ઉપર દેવા તણા ડુંગર ખડકાઈ જશે
પીઠ પાછળ પોતીકાં હા ગાંડા કહેતાં થશે
ફેશન તણા નામે નગ્નતા સ્વગૃહમાં નોંતરે
શરમ તણાં ચીર ઢાંકવા ના કૃષ્ણ આવશે
“મેહુલ”
સુભાષ ઉપાધ્યાય
જુન/૬/૨૦૨૨