જોગીદાસ ખુમાણ ....
એક પ્રસંગ
સૌરાષ્ટ્રના આંબરડી ગામના જોગીદાસ ખુમાણ ઈ.સ.1816 માં ભાવનગર રાજ્ય સામે બહારવટે નીકળેલા.
એક વખત તેઓ બાબરીયાધાર આવતા હતા। .
રસ્તામાં નદી આવી. ત્યાં ઘોડીને પાણી પાવા લઇ ગાયા.
તે સમયે એક યુવાન યુવતીએ પાસે આવીને ઘોડીની રાશ પકડી ને કહે હું આપની દાસી કુવારી છું.આપનું નામ સંભાળીને આવીછું.
તારા રૂપમાં મોહિ છું.મારી સાથે લગ્ન કરો. મારી એક ઈચ્છા પૂરી કરો હું આખી જીંદગી તમારી ઈચ્છા પૂરી કરીશ.
ત્યારે જોગીદાસ કહે
"હું પરસ્ત્રી ને માં, બહેન સમ સમજુ છું. માટે જતી રહે"
એમ બોલીને ઘોડાની રાશ છોડાવીને જતા રહ્યા।.
પછી તેમણે સૂર્યનારાયણ ની સાક્ષીએ નિયમ લીધું કે
હું આજથી કોઈ પરનારી સામે કુદ્રષ્ટિથી મીટ માંડીને નહિ જોવ.
એક પછી એક દિવસો પસાર થવા લાગ્યા .
એક વાર એવી ધટના ધટી કે તેવો ઘોડાને પાણી નદીના કાઠે પતા હતા.
ત્યારે ગામમાંથી કેટલીક યુવતીઓ પાણી ભરવા આવી.
જોગીદાસ ની નજર યુવતી ના રૂપમાં લોભાણી.
બે ઘડીતો પુતળા ની માફક તેની સામે જોઈ રહ્યો.
ત્યાં તેના સાથીએ કહ્યું જોગીદાસ , ક્યાં ખોવાઈ ગયાતા ?
જોગીદાસ ને અચાનક યાદ આવ્યું કે મેં નિયમ લોપ્યુછે એ પરસ્ત્રી પાછળ ચાલ્યા.
યુવતી પાણી ભરીને ઘરે પહોંચી. જોગીદાસ પીછોકરતાં તે યુવતી ને ઘરે આવીને પૂછ્યું
બેનબા ચટણી ( મરચા નો પાવડર ) મળશે ?
હા ,આ લ્યો ચટણી નો કટોરો. જોગીદાસે ચટણી પોતાની આંખ માં નાખી.
યુવતીએ પૂછ્યું આ તે શું કર્યું ?
જોગીદાસે ઉત્તર આપતા કહ્યું કે નિયમ ભંગનું પ્રાયશ્ચિત કર્યું.
દિવસો વિતતા ક્યાં વાર લાગેછે.
ગઢપુરમાં જીવાખાચર ના કારજમાં જોગીદાસ ખુમાણ આવ્યતા .
ત્યારે શ્રીજીમહારાજ ના દર્શન કરવા દાદા ખાચર ના દરબારમાં પધાર્યા.
ત્યારે પ્રભુએ પ્રેમથી આવકાર આપતા પૂછ્યું જોગીદાસ , અમે એવું સાંભળ્યું છે કે તમે આંખ માં ચટણી નાખી હતી.
ખરું જ સાંભળ્યું છે.
મહારાજ બધુજ જાણવા છતાં પૂછ્યું
આવું શા માટે કર્યું?
જોગીદાસ બોલ્યા હે ! પ્રભુ મારી માં એ મારું નામ જોગીદાસ રાખ્યું છે.
તોતે નામ મારાથી કેમ લજવાય ?
જોગીઓ ક્યારેય પર સ્ત્રી સામે કુદ્રષ્ટિ થી જોતા નથી.
હું તો એમનો દસ છું તો મારાથી પર સ્ત્રી સમું કેમ જોવાય ?
નિયમ લોપાયો તેનું પ્રાયશ્ચિત કરવા ચટણી આંખ માં નાખી હતી.
આ વાત સાંભળી ને શ્રીજી એ સભામાં વખાણ કાર્ય ને તેમને નવાજ્યા હતા. ને ટકોર કરતા શ્રીજી મહારાજે કહ્યું કે હે ! સંતો , ભક્તો આ સુરજ સરખી ઉજળી સહજાનંદી ગીદડી માં ડગ લાગવા દેશોમાં.
સારંગપુરમાં શ્રીજી મહારાજ રંગે રમીને નદીએ નવા સંતો ભક્તો સાથે જતા હતા. રસ્તામાં એક જપડી (નીચ જ્ઞાતી ની સ્ત્રી) એ પ્રભુના દર્શન કરતા સમાધી થઈ. ભક્તોએ કારણ પૂછ્યું
ત્યારે શ્રીહારીએ કહ્યું કે
પૂર્વે તે સુખી, સમૃધ્ધ વૈશણવ પરિવારમાં હતા. ચોમાસા નો સમય હતો.
વરસાદ વરસતો હતો. એક જપાડો વાંસળી વગાડતો શેરી માંથી નીકળ્યો.
આ વૈશણવ બાઈએ જરુખામાંથી તે પુરુષ સમું બેક ક્ષણ જોયું. તે
ના ચિત્ત માં તે પાણી થી ભીંજાયેલા યુવાન જપડા નું રૂપ કંડારાય ગયું.
અંત સામે તેને તે દ્રશ્ય યાદ આવ્યું.
તેથી તેને જપડી થઈ છે.
પૂર્વે જે કૃષ્ણ ની ભક્તિ કરી હતી તેથી સમાધિ થઇ છે. મટે હે ! ભક્તો સાધકે દ્રષ્ટી ને સંયમમાં રાખવી.
-મહેશ ઠાકર