માં ના ખોળામાં માથું રાખવાથી જે સુકુન ને શાંતિ મળે,
દિલને જે ઠંડક મળે, માં નો હાથ માથા પર ફરવાથી જે એહસાસ થાય ને..
મારી દીકરીના ખોળામાં માથું રાખું ત્યારે મને એ જ અનુભૂતિ થાય છે..
મારી નાનકડી ઢીંગલી એના નાના નાના હાથ મારા વાળમાં ફેરવે ત્યારે એવું લાગે જાણે મારી માં છે..
જ્યારે મન ભારે લાગે ત્યારે હું મારી દીકરીના ખોળામાં માથું રાખું ને જાણે લાગે કે બધો ભાર ઉતરી ગયો,મન હળવું થઈ ગયું.. એટલું વ્હાલું લાગે..
દિકરીમાં જન્મથી જ કેટલું વ્હાલ ને લાગણી ભરી હોય છે!!
-Deepa