જિંદગી......
ફરી એકવાર ત્યાં જ આવીને અટકી ગઈ
જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ આવીને થંભી ગઇ.....
જન્મતાવેંત જે બિછાને પડી હતી મૃત્યુ ટાણે પણ તે બીછાને ટળવળી રહી,,,,
જિંદગી ફરી એકવાર ત્યાં જ આવીને અટકી ગઈ......
જન્મતાવેંત પાયુ જે પાણી, મૃત્યુ ટાણે તે જ ગંગાજળમાં તરી રહી,,,,
જિંદગી ફરી એકવાર ત્યાં જ આવીને અટકી ગઈ.....
જન્મતાવેંત થઈ જે વેદના, મૃત્યું ટાણે તેનાથી અનેકગણી વેદનામાં સડી રહી,,,,
જિંદગી ફરી એકવાર ત્યાં જ આવીને અટકી ગઈ.....
જન્મતાવેંત લીધો પ્રથમ શ્વાસ, તે મૃત્યુ સમે ઉચ્છ્વાસમાં જ અટકી ગઈ,,,,
જિંદગી ફરી એકવાર ત્યાં જ આવીને થંભી ગઈ.....
-nirali polara