સાગરની લહેરો, નદીઓનાં પ્રવાહ,
ઝરણાં સમી ધોધમાર હતી....
સૂર્ય સમાં તાપોથી તપતી રહી,
ને છતાંય , વાદળી સમ બંધાતી રહી...
મળ્યો જો ક્યાંક પ્રેમ ઓછાયો ,
અનરાધાર વરસી રહી...
છતાંયે ભીતરે તરસી રહી....
વરસી વરસી કોરી થતી રહી...
ને આળ મૂકાયું છે એને માથે,
એ તો રોજ રોજ બદલાતી રહી....
--- સરગમ
-Priyanka Chauhan