"દ્વારકાનો નાથ"
હે..બાજરાનો રોટલો ને મગ નું શાક,
જમે મારો દ્વારકાનો નાથ..!
હે..હારે કઢી ને દહીં નો વઘાર,
જમે મારો દ્વારકાનો નાથ..!
હે..પાપડ કચુંબર ને રાયતા નો સ્વાદ,
જમે મારો દ્વારકાનો નાથ..!
હે..છાશ માખણ ને ઘી કેરી ધાર,
આરોગે મારો દ્વારકાનો નાથ..!
હે..પુરણ પોળી ને હલવા નો થાળ,
તમે જમો ને મારા દ્વારકાના નાથ..!
હે..સાથે પાન ના બિડલાને મીઠ્ઠો મુખવાસ,
તમે આચમન કરોને"સ્વયમભુ"ના નાથ..!
હે..બાજરાનો રોટલો ને મગ નું શાક,
જમે મારો દ્વારકાનો નાથ..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ