#Shivratri
શિવ આદિ છે, અનાદિ છે. સાકાર છે, નિરાકાર છે. શિવ જન્મા છે, અજન્મા છે. શિવ સૌમ્ય છે, શિવ રોદ્ર છે. શિવ નિર્મોહી છે, શિવ સંમોહિ છે. શિવ કાળને ઉત્પન કરનાર છે, . શિવ પૂર્ણ સ્વરૂપા છે શિવ અર્ધશક્તિ સ્વરૂપા છે, શિવ નૃત્ય સ્વરૂપા છે. શિવ તાંડવ સ્વરૂપા છે.
શિવ મહિમા તો સ્વયં સરસ્વતી સાગર જળને શાહી બનાવે, ધરતીને કાગળ બનાવે, બધા જ વૃક્ષોની કલમ બનાવી વર્ણન કરે તો પણ તેનો મહિમા વર્ણવી ન શકે ( શિવ મહિમ્ન સ્રોત)
આપણે કઈ રીતે વર્ણવી શકીએ. આપણે તો માત્ર વિવિધ દ્રવ્યોના અભિષેકથી શિવને પ્રસન્ન કરી શકીએ.
ધતુરો, કરણ, આંકડો, બીલી પત્ર, દુધ, દહી, પંચામૃત, ભસ્મ, સરસવ, કાળા તલ, ચોખા આદિ દ્રવ્યો થી શિવરાત્રિએ શિવલીંગ પર અભિષેક દ્રારા, મંત્ર જાપ દ્રારા શિવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરીએ.
🌷🌹ઓમ નમઃ શિવાય- હર હર મહાદેવ 🙏🙏🙏