જેમાં સાર નથી તલભાર
એનું નામ પડ્યું સંસાર .
🌼
એક સ્ત્રી ફૂટપાથ પર પોતાના પતિ ના મૃતદેહ
પાસે કરુણ આક્રંદ કરી રહી હતી ..
પોતાના પતિ ને
સજીવન કરવા માટે દયા ની ભીખ માંગી રહી હતી .
એટલા માં ત્યાંથી પસાર થતાં એક સાધુ ને જતાં જોઇ તે તેની પાસે દોડી દઇ .. પગે પડી પોતાના પતિ ને સજીવન કરવા આજીજી કરવા લાગી .. સાધુ એ બહું
નમ્રતાથી સમજાવીને પ્રયત્ન કર્યો કે :
“ આ દેહ આત્મા એ પ્રભુ ની દેન છે અને તે શાશ્વત
નથી જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે ..”
દિવસે વીત્યા .
એક વેળા એ પોતાના પતિની કબર ઉપર પંખો નાંખી રહી હતી .. યોગાનુયોગ પેલો સાધુ એજ માર્ગે
ભિક્ષા અર્થે પસાર થતો હતો . સાધુ ને પેલી સ્ત્રી ના પતિ પ્રેમ માટે ખૂબ જ આદર થયો .. કેટલી બધી
ચાહે છે તે તેના પતિ ને ..?
સાધુ શાંત્વના દેવા તેની પાસે ગયો ને કહ્યું “
તમે
તમારા મૃત પતિ ને પણ કેટલો બધો પ્રેમ કરો છો ? “
તમે કબર પર પંખો નાંખી શીતલતા પ્રદાન કરી રહ્યા
છો …
પેલી સ્ત્રી એ જવાબ આપ્યો ,
“હું તો એટલા માટે પંખો નાંખી રહી છું કે જેથી કબર
ની માટી જલ્દી સુકાય જાય ,
એ જયાં સુધી સુકાય ના જાય ત્યાં સુધી હું બીજા
લગ્ન ના કરી શકું .. “
સાધુ જવાબ સાંભળી સ્તબ્ધ થઇ ગયો ને ઉતાવળે
પગલે ચાલી નિકળ્યો ..
(ચીન દેશની આ વાત છે .)
🦩🦩
હંસા પ્રતિ કયાં
સુધી ની ?
વિપદ પડે ઉડી જાય .
સાચી પ્રીત શેવાળ ની લીલ સાથે સુકાય .