કોને કહેવી એ વ્યથાની વાર્તા હવે થાકી જવાય છે,
આ મનને વારંવાર સમજાવતા હવે થાકી જવાય છે,
દુભાતી લાગણીઓ કોઈ સામે છતી થઇ ના જાય,
એટલે એ પીડાને છુપાવતા હવે થાકી જવાય છે,
આંખોથી છલકતા આંસુને કોઈ દેખી ના જાય,
એટલે એ આંસુને અટકાવતા હવે થાકી જવાય છે,
મનમાં ઉઠતી જ્વાળાઓને કોઈ અનુભવી ના જાય,
એટલે એને મનમાં જ દબાવતા હવે થાકી જવાય છે,
ચહેરા પાછળની મથામણો કોઈ પારખી ના જાય,
એટલે ખોટું હાસ્ય રેલાવતા હવે થાકી જવાય છે...
#Alwyas smile😊❤️
✍️Meera soneji