ઢળેલા નયન
આ ઢળેલા નયન,હું એકીટશે જોઈ રહુ
નજર બોલતી રહી,તમને શું વાત કહું
લાગણીનાં દરિયામાં,ડૂબકી લગાવી દીધી
મથુ છું પામવા કિનારો,છે હજી દૂર બહુ
ઇશ્ક કરી લઉં આશક,છું મહોબ્બતનો
વિરહના તાપની પીડા,બધી કેટલી સહુ
લહેરખી હવાની જુવો,સ્પર્શે એની ઝુલ્ફોને
કાશ એ હવાને સંગ,આતુર થઇ હું વહૂ
દોડી રહી કલ્પના,સદા ભીતરમાં 'બકુલ'
હૈયું ધડકી રહ્યું જોઈ,લ્યો જીગરના લહુ
-બકુલની કલમે.. ✍️
ગઝલ
8th Feb 2022
08.15