ભલે નાં નિહાળું નજરથી તમોને
પણ આખો આ હૃદયની જુએ
અંજળ હશે એટલા નાં રહ્યાં સદાયે
યાદો માં કાયમ પ્રેમ એવો ન ભૂલ થી ભુલે
હજીયે યાદ છે વાતો આપણી
કરતા ગામ આખાની ને કહેતા
"કર્મ નડશે એકે એકને"
તમે હોત તો સઘળું આવું વિખરાયેલું નાં હોત
પણ કોશિશ કરશું તમને દુઃખ નાં થાય
વર્ષો ભલે વીતે જેટલા
છબી તમારી નોખી, વટ અનોખો ને સ્મિત સુંદર
આજે પણ છે કાયમ આ હૃદયમાં
હું યાદ કરું ને તમે આવી પહોંચો
એવી કોઈ શક્યતા નથી
પણ ક્યારેય આવી સપનામાં
તમે રાહ સાચી ચીંધી જજો !
મારા બા તમને ખોયા નું દુઃખ હજીયે એટલું છે
પણ તમને પામ્યા નું સુખ સૌથી જાજું છે✨
- ઉર્મિ