ભૂલો કરું છું પણ શું કરું? થોડીક ગેરસમજુ છું.
તું આવ ને મને પગથિયાં પડ્યા વગર ચડતા શીખવાડવા.
વિશ્વાસ કરું છું પણ શું કરું? થોડીક ઘેલી છું.
તું આવ ને મને જોઈ ને પગ મુકતા શીખવાડવા
દગો ખાવુ છું પણ શું કરું? થોડીક ગાંડી છું.
તું આવ ને મારાં પગ ને લપસતા બચાવવા.
રડી પડું છું પણ શું કરું? થોડીક પોચી છું.
તું આવ ને મને અડગ ઉભા રહેતા શીખવાડવા.
પ્રેમ ચાહું છું પણ શું કરું?
તારા વગર અધૂરી છું.
" માં "
તું આવ ને મને વ્હાલ કરવા.