"પતંગનો પેચ"-કૌશિક દવે
પાવલો આકાશમાં ઉંચે ઉડે છે
ઘેસીયાની સાથે થોડી દોસ્તી કરે છે
થોડી દોસ્તી કરે છે ને
થોડી મસ્તી કરે છે
આકાશના પતંગોને સાફ કરે છે
ઘેસીયો થોડી દોરી ખેંચે છે
પાવલો પણ થોડી મસ્તી કરે છે
પાવલાની નજર થોડી દૂર પડે છે
એક આંખવાળો આંખીયો નજરે પડે છે
જોઈને પાવલો એની તરફ ધસે છે..ત્યાં તો
બે આંખવાળો આંખેદાર જોરથી હસે છે
પાવલાને થોડો ગુસ્સો આવે છે
આંખેદાર સાથે પેચ કરે છે
એટલામાં તો કેવી બૂમ પડે છે!
કાયપો છે..કાયપો છે..
પાવલાનો ઢઢ્ઢો ઢચી પડે છે
હસતો આંખેદાર લોટ્યા કરે છે
દૂર રહેતો ઘેસીયો ડર્યા કરે છે
આવો પતંગોનો માહોલ બને છે
મજા પડે તો બધા તાલી પાડે છે
મારી રચના જો પસંદ પડે તો
લાઈક કરવું પસંદ કરે છે
- કૌશિક દવે
-Kaushik Dave