પગમાં ઝોંઝર નોકે નથડી,
ગોમ ગજવતી જાય..આતો સોડી હાલી જાય સે.
સોડી નખરાળી સીટી પોડતી,
ગોમ ની શેરી માંથી જાય..આતો સોડી હાલી જાય સે..
પગમાં ઝોંઝર નોકે નોથડી, ગોમ ગજવતી જાય..આતો સોડી હાલી જાય સે..
હાથ માં મોબાઈલ કોનમાં એરફોન,
બુમો પાડતી જાય..આતો સોડી હાલી જાય સે.
એ ભલભલાને "ભુ" પાતી,
દાત કચવતી જાય..આતો સોડી હાલી જાય સે..પગ માં ઝોંઝર નોકે નથડી,
ગોમ ગજવતી જાય..આતો સોડી હાલી જાય સે.
કાતરા ખાતી આંખો મારતી,
ઉભી બોજારે જાય..આતો સોડી હાલી જાય સે.
ભર શીયાળે ભડકે બારતી,
જીન્સ ટોપ પેરી જાય..આતો સોડી હાલી જાય સે.
ધુળ ઉડાવતી ડમરી ચડાવતી,
કુદકા મારતી જાય..આતો સોડી હાલી જાય સે..પગમાં ઝોંઝર નોકે નથડી,
ગોમ ગજવતી જાય..આતો સોડી હાલી જાય સે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ