જીવનરૂપી થાળીમાં ક્યારેક ખાટું,
ક્યારેક તીખું, ક્યારેક ગળ્યું,
ક્યારેક મોળું, તો ક્યારેક કડવું,
જે પીરસાયું, તે મારા કર્મ
આધીન મને મળ્યું છે.
તેથી શું ખાવું ?
તે પસંદગી મારી હતી...
તેથી પ્રભુએ જે પીરસ્યું
તેને પ્રસાદ માની પ્રેમથી પાંગરવું.
-Jigna Patel