હું સ્વર છું. સ્વાર્થી ઈશ્વર સુધી જવાની મારી મથામણ છે. બેતાલ બનેલી જિંદગીને તાલમાં લાવવાની અકળામણ છે. ભલે એ આંખોથી દેખાતો નથી. પણ મનથી હું મક્કમ છું. નિરાકારને આકાર આપીને પોતાનો બનાવી શકું છું. મારી પાસે અદ્વૈત પ્રેમની મૂડી છે. મારો એ પડછાયો નથી. પણ પડછાયામાં એ વસે છે. અંધકાર મળે તો મનની નૌકામાં બેસી એ મને હંકારે છે.