દરિયામાં સમાઈ જશે મુંબઈ,ચેન્નઈ જેવા શહેર ? -
યુનોનો રિપોટ, મુંબઈઃ ધરતીનું તાપમાન વર્ષો વર્ષ વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગની ગંભીર અસરો ભારતમાં પણ જોવા મ્ળી રહી છે.આગામી અમુક વર્ષમા સરેરાશ તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિએસ સુધી વધવાની ચેતવણી વચ્ચે મુંબઈ,કોલકત્તા, ચેન્નઇ સહિત દેશના મોટા તટિય શહેરો ડૂબી જવાનું જોખમ વધી ગયું છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં જોખમની વાત સામે આવી છે.
ગ્લાસગોમાં થનારા સંયુક્ત રાષ્ટ્ જળવાયુ સંમેલનના એક અઠવાડિયા પહેલાં આવેલા યુએનના અભ્યાસ મુજબ ભારતના ૨૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જળવાયુ પરિવર્તનનાં કારણે પુર અને દુષ્કાળ પ્રભાવિત ક્ષેત્રોમાં સામેલ છે, જેમાં મહારાષ્ર્ટ્,કર્ણાટક, આંંધ્ર પ્રદેશ અને આસામ પ્રમુખ છે. વરસાદ અને દુષ્કાળના આંકડા અનુસાર ૮૦ ટકા ભારતીય આપદા સંભવિત જિલ્લામાં રહે છે.
થોડા મહિના પહેલાં ઈન્ટર ગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ (આઇપીસીસી)ના રિપોર્ટમાં ગ્લોબલ વોર્મિંગની ચેતવણીઆપવામાં આવી હતી સીપીબીસીના એક રિપોર્ટ અનુસાર ગંગાના પાણીનું તાપમાન વધી રહ્યું છે. સીપીબીસીની બાયોલોજિકલ હેલ્થ ઓફ ગંગા રિવર રિપોર્ટમાં સરેરાશ તાપમાનમાં લગભગ ૧ ડિગ્રી સુધીની વૃધ્ધિથી ગ્લેશિયરના ઓગળવાની ઝડપ વધવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ દુનિયાના તટિય શહેરોમાં અંદાજિત ૧૫ કરોડ લોકો એ જગ્યાએ રહે છે જેનાં ઘર હાઈ ટાઈના કારણે પાણીમાં વધી જશે. આ તમામ ઘટનાઓમાંથી ભારત પણ બાકાત નથી.માત્ર ભારતમાં જ ૩.૫ કરોડ લોકો ઉપર જોખમ છે. ભારતની આર્થિક રાજધાની મુંબઈનો પણ સફાયો થઈ શકે છે. શહેરના મોટાભાગના હિસ્સામાં વર્ષોવર્ષ પૂર આવશે અને અમુક હિસ્સો ૨૧૦૦ સુધીમાં પુરમાં ડૂબી જવાનું જોખમ છે.
આઈપીસીસીના રિપોર્ટના આધારે હવે નાસાએ પણ ભારતમના ૧૨ તટિય શહેરો સદીના અંત સુધીમાં ડૂબી જવાનું જોખમ વ્યક્ત કર્યું છે. નાસા અનુસાર સદીના અંત સુધીમાં શહેરો ત્રણ ફુટ સુધી સમુદ્ર આવી શકે છે. જેમાં મુંબઈ,ચેન્નઈ, કોલકાતા, કોચ્ચિ,પારાદીપ્, ભાવનગર્, મેંગલુરુ વિશાખાપટ્ટન જેવા શહેરો સામેલ છે.