CORONA COKES.
કોરોનાની મહામારી સાથે થોડી મોજ
૧) ઝીણી આંખોવાળા ચીનકાઓ ઉનાળામાં અમારે બરફના ગોળા ખાવાને બદલે ગરમ ઉકાળા પીવા પડે છે ?
નખ્ખોદ જાય સાલાઓ તમારું.
૨) કુદરતની કરામત તો જુઓ ... રસપુરીની સીઝનમાં રસી પૂરી થઈ હોવાનો કકળાટ.
૩) કોરોનાના ટાઈમે હું એક લગ્નમાં ગયો.
એક પગલીએ પીરસતાં કહ્યું, 'રસ લેશો?'
ઘડીક મેં વિચાર્યું ને કહ્યું "વાડકીમાં કે તારામાં?"
સાલીએ મને રસનો ડોયો માથામાં માર્યો... હજુ પણ દુઃખાવો થાય છે.
૪) કોરોનાના દર્દને લીધે કાકા મૃત્યુ પામ્યા
યમદૂત સ્વર્ગમાં લઈ ગયા તો અપ્સરાઓ વીંટળાઈ વળી.
કાકા ખુશ થતા બોલ્યા, ખોટું મોડું કર્યું, બાબા રામદેવને
રવાડે ચડીને પંદર વીસ વર્ષ બગાડ્યા.
૫) પત્નીએ પુછ્યુંઃ પડોશણ ફરિયાદ કરતી હતી કે તમે એના ઘરમાંથી બટાકાની ચોરી કરી.
હું મુંઝાયો અને કહ્યું, હા.. તેં તો કહ્યું હતું કે બટાકા ચોરીને (ચોળીનુ) શાક કરવાનું છે.
૬) રોજ ઝઘડા કરતા પતિના હાથમાં પોતાની પત્નીના આઠમા ધોરણનું સર્ટિફીકેટ હાથમાં આવ્યું,
તેમાં લખ્યું હતું કે 'શાંતિ પ્રિય ને મૃદુભાષી'
૭) પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પતિએ કહ્યુંઃ"હવે હું શાંતિ સાથે રહેવા માંગું છું.આવા ઝઘડા મને રોજ ગમતા નથી.
"પત્ની ગુસ્સાથી બોલી; "સારું, તમે શાંતિ સાથે રહો, હું પેલા મનીયા સાથે રહેવા જતી રહીશ."
(ગુજરાત દર્પણ ઑક્ટોબર ૨૦૨૧ની પ્રસ્તુતિ)