પંચોત્સવ સમૂહ છે પંચામૃતનો
પ્રવેશદ્વાર છે તેનું ધન તેરસ
વાજતે ગાજતે કરે પધરામણા
મહાલક્ષ્મી હાથી પર સવાર થઈ
ભારતીય સંસ્કૃતિ શીખવે
નથી ધન-વૈભવ ત્યાજ્ય કે ભોગ્ય
તે તો છે પૂજ્ય તે કરે પોષણ તન-મનનું
વિકૃતિમાં વપરાય ત્યાં થાય અલક્ષ્મી
સ્વાર્થમાં વીત્ત પરમાર્થમાં
વપરાય ત્યાં થાય લક્ષ્મી
પ્રભુ કાર્યે વપરાય તે થાય
મંગળકારી મોહિની મહાલક્ષ્મી
-Jigna Patel